BAPS Swaminarayan Sanstha
BAPS - Dhun - Ram Krishna Govind Jay Jay Govind
2 plays

Dhun - Ram Krishna Govind jay jay Govind

by BAPS Swaminarayan Sanstha

BAPS - Dhun - Swaminarayan Swaminarayan

Dhun - Swaminarayan Swaminarayan

by BAPS Swaminarayan Sanstha

BAPS - Dhun - Jai Aksharpati Purushottam

Dhun - Jai Aksharpati Purushottam…

by BAPS Swaminarayan Sanstha

Jaya akṣharapati puruṣhottama, jaya jaya svāmī sahajānanda;
nārāyaṇ naṭavar ghanashyāma, svāminārāyaṇ bhagavāna... 1
guṇātītānanda svāmī mūḷ akṣhara, sahajānanda ek parameshvara;
em samajīne leshe nāma, te to jāshe akṣharadhāma... 2 
BAPS - Dhun - Lagni lagi mune Swaminarayan naam ni re

Dhun - Lagni lagi mune Swaminarayan naam ni re…

by BAPS Swaminarayan Sanstha

Laganī lāgī mane svāminārāyaṇ nāmanī,
svāminārāyaṇ nāmanī ne shrī ghanashyāmanī...
Svāminārāyaṇ nāmanī ne guṇātīt dhāmanī...
Svāminārāyaṇ nāmanī ne bhagatajī mahārājanī...
Svāminārāyaṇ nāmanī ne shāstrījī mahārājanī...
Svāminārāyaṇ nāmanī ne yogījī mahārājanī...
Svāminārāyaṇ nāmanī ne pramukhasvāmī mahārājanī... 
લગની લાગી મને સ્વામિનારાયણ નામની,
સ્વામિનારાયણ નામની ને શ્રી ઘનશ્યામની...
સ્વામિનારાયણ નામની ને ગુણાતીત ધામની...
સ્વામિનારાયણ નામની ને ભગતજી મહારાજની...
સ્વામિનારાયણ નામની ને શાસ્ત્રીજી મહારાજની...
સ્વામિનારાયણ નામની ને યોગીજી મહારાજની...
સ્વામિનારાયણ નામની ને પ્રમુખસ્વામી મહારાજની...
BAPS - Hari hari bol Govind bol

Dhun - Hari Hari bol Govind bol…

by BAPS Swaminarayan Sanstha

Hari hari bol govinda bola, mukunda mādhav govinda bola;
harikṛuṣhṇa bol nīlakanṭha bola, mukunda mādhav govinda bola;
ghanashyām bol sahajānanda bola, mukunda mādhav govinda bola;
 svāminārāyaṇ nārāyaṇ bola.
Lakṣhmīnārāyaṇ bol naranārāyaṇ bola,
rādheshyām bol sītārām bola,
shrīmannārāyaṇ bol satyanārāyaṇ bola,
 svāminārāyaṇ nārāyaṇ bola. 
હરિ હરિ બોલ ગોવિંદ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;
હરિકૃષ્ણ બોલ નીલકંઠ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;
ઘનશ્યામ બોલ સહજાનંદ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;
  સ્વામિનારાયણ નારાયણ બોલ.
લક્ષ્મીનારાયણ બોલ નરનારાયણ બોલ,
રાધેશ્યામ બોલ સીતારામ બોલ,
શ્રીમન્નારાયણ બોલ સત્યનારાયણ બોલ,
  સ્વામિનારાયણ નારાયણ બોલ.
BAPS - Swaminarayan narayan narayan

Dhun - Swaminarayan narayan narayan…

By BAPS Swaminarayan Sanstha

BAPS - Swaminarayan Aarti

Swaminarayan Aarti (Jai Sadguru Swami…)

written by Muktanand Swami

followed by Dhun, Shree Swaminarayanashtakam and Ashtak

Āratī
jaya sad‍guru svāmī, (prabhu) jaya sad‍guru svāmī,
sahajānanda dayāḷun, baḷavanta bahunāmī... Jaya°
charaṇasaroj tamārān, vandun kar joḍī,
charaṇe chitta dharyāthī, duhkha nākhyān toḍī... Jaya°
nārāyaṇ sukhadātā, dvijakuḷ tanudhārī,
pāmar patit uddhāryān, agaṇit naranārī... Jaya°
nitya nitya nautam līlā, karatā avināshī,
aḍasaṭh tīrath charaṇe, koṭi gayā kāshī... Jaya°
puruṣhottam pragaṭanun, je darshan karashe,
kāḷ karamathī chhūṭī, kuṭunba sahit tarashe... Jaya°
ā avasar karuṇānidhi, karuṇā bahu kīdhī,
muktānanda kahe mukti, sugam karī sidhi... Jaya°
 dhūnya
rāmakṛuṣhṇa govinda, jaya jaya govinda !
Hare rām govinda, jaya jaya govinda ! ||1||
nārāyaṇ hare, svāminārāyaṇ hare !
Svāminārāyaṇ hare, svāminārāyaṇ hare ! ||2||
kṛuṣhṇadev hare, jaya jaya kṛuṣhṇadev hare !
Jaya jaya kṛuṣhṇadev hare, jaya jaya kṛuṣhṇadev hare ! ||3||
vāsudev hare, jaya jaya vāsudev hare !
Jaya jaya vāsudev hare, jaya jaya vāsudev hare ! ||4||
vāsudev govinda, jaya jaya vāsudev govinda !
Jaya jaya vāsudev govinda, jaya jaya vāsudev govinda ! ||5||
rādhe govinda, jaya rādhe govinda !
Vṛundāvanachandra, jaya rādhe govinda ! ||6||
mādhav mukunda, jaya mādhav mukunda !
ānandakanda, jaya mādhav mukunda ! ||7||
svāminārāyaṇ ! Svāminārāyaṇ ! Svāminārāyaṇ !
Svāminārāyaṇ ! Svāminārāyaṇ ! Svāminārāyaṇ !
 Shrī svāminārāyaṇāṣhṭak - 8
anantakoṭīnduraviprakāshe dhāmnyakṣhare mūrtimatākṣhareṇ |
sārdhan sthitan muktagaṇāvṛutan ch shrīsvāminārāyaṇamānamāmi || 1 ||
ananta koṭi chandra ane sūrya samān prakāshamān tejomaya akṣharadhāmamān anādi mūrtimān akṣhar ane ananta muktothī vīnṭāyelā shrī svāminārāyaṇ bhagavānane hun praṇām karun chhun. ||1||
brahmādisamprārthanayā pṛuthivyān jātan samuktan ch sahākṣharan ch |
sarvāvatāreṣhvavatāriṇan tvān shrīsvāminārāyaṇamānamāmi || 2 ||
brahmā vagere devonī prārthanāthī pṛuthvī upar akṣhar (svāmī shrī guṇātītānandajī) ane mukto (svāmī shrī gopāḷānandadādi)nī sāthe pragaṭ thayelā sarva avatāronā paṇ avatārī (pūrṇāvatāra) evā āp bhagavān shrī svāminārāyaṇane hun naman karun chhun. ||2||
duṣhprāpyamanyai: kaṭhinairupāyai: samādhisaukhyan haṭhayogamukhyai: |
nijāshritebhyo dadatan dayālun shrīsvāminārāyaṇamānamāmi || 3 ||
haṭhayoga, vagere kaṭhin sādhanothī paṇ samādhi durlabh chhe evī samādhinun sukh potānā āshritajanone kevaḷ kṛupāvaḍe j sahejamān āpī denār dayāḷu prabhu shrī svāminārāyaṇane hun praṇām karun chhun. ||3||
lokottarai rbhaktajanānshcharitrai-rāh‍lādayantan ch bhuvi bhramantam ||
yajnyānshcha tanvānamapārasattvan shrīsvāminārāyaṇamānamāmi || 4 ||
potānān lokottar divya charitro vaḍe bhaktajanone ānanda āpatā, pṛuthvī upar vicharaṇ karatā, anek yagna karatā ane apār parākramavāḷā svāminārāyaṇ bhagavānane hun naman karun chhun. ||4||
ekāntikan sthāpayitun dharāyān dharman prakurvantamamūlyavārtā: |
vacha:sudhāshcha prakirantamūrvyān shrīsvāminārāyaṇamānamāmi || 5 ||
pṛuthvī upar ekāntik dharmanī sthāpanā māṭe amūlya kathāvārtāno upadesh karanārā, vachanāmṛutarūpī amṛutavṛuṣhṭi varṣhāvatā shrī svāminārāyaṇ bhagavānane hun namaskār karun chhun. ||5||
vishveshabhaktin sukarān vidhātun bṛuhanti ramyāṇi mahītaleઽsmin |
devālayānyāshu vinirmimāṇan shrīsvāminārāyaṇamānamāmi || 6 ||
akhil vishvanā īvara-paramātmā puruṣhottam nārāyaṇanī bhakti sarve loko sahelāīthī karī shake te māṭe ā bhūmanḍal upar moṭān ramaṇīya divya devālayo (mandiro) nirmāṇ karatā shrī svāminārāyaṇ bhagavānane hun praṇām karun chhun. ||6||
vināshakan sansṛutibandhanānān manuṣhyakalyāṇakaran mahiṣhṭham |
pravartayantan bhuvi sampradāyan shrīsvāminārāyaṇamānamāmi || 7 ||
sansāranān bandhanone nāsh karanār ane mānavonun kalyāṇ karanār evā mahān sanpradāyane pṛuthvī upar pravartāvanārā evā bhagavān shrī svāminārāyaṇane hun naman karun chhun. ||7||
sadaiv sārangapurasya ramye sumandire hyakṣharadhāmatulye |
sahākṣharan muktayutan vasantan shrīsvāminārāyaṇamānamāmi || 8 ||
sākṣhāt akṣharadhām samān sārangapuranā ramaṇīya mandiramān anādi akṣharamurti shrī guṇātītānanda svāmī tathā mahāmukta shrī gopāḷānanda svāmī sahit birājatā shrī svāminārāyaṇ bhagavānane hun praṇām karun chhun. ||8||
આરતી
જય સદ્‍ગુરુ સ્વામી, (પ્રભુ) જય સદ્‍ગુરુ સ્વામી,
સહજાનંદ દયાળું, બળવંત બહુનામી... જય°
ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,
ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી... જય°
નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી,
પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી... જય°
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,
અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી... જય°
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,
કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે... જય°
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,
મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિધિ... જય°
            ધૂન્ય
રામકૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ !
હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ ! ॥૧॥
નારાયણ હરે, સ્વામિનારાયણ હરે !
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે ! ॥૨॥
કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે !
જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે ! ॥૩॥
વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે !
જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે ! ॥૪॥
વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ !
જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ ! ॥૫॥
રાધે ગોવિંદ, જય રાધે ગોવિંદ !
વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ ! ॥૬॥
માધવ મુકુંદ, જય માધવ મુકુંદ !
આનંદકંદ, જય માધવ મુકુંદ ! ॥૭॥
સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ !
સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ !
    શ્રી સ્વામિનારાયણાષ્ટક - ૮
અનન્તકોટીન્દુરવિપ્રકાશે ધામ્ન્યક્ષરે મૂર્તિમતાક્ષરેણ ।
સાર્ધં સ્થિતં મુક્તગણાવૃતં ચ શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૧ ॥
અનંત કોટિ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશમાન તેજોમય અક્ષરધામમાં અનાદિ મૂર્તિમાન અક્ષર અને અનંત મુક્તોથી વીંટાયેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ॥૧॥
બ્રહ્માદિસમ્પ્રાર્થનયા પૃથિવ્યાં જાતં સમુક્તં ચ સહાક્ષરં ચ ।
સર્વાવતારેષ્વવતારિણં ત્વાં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૨ ॥
બ્રહ્મા વગેરે દેવોની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર અક્ષર (સ્વામી શ્રી ગુણાતીતાનંદજી) અને મુક્તો (સ્વામી શ્રી ગોપાળાનંદદાદિ)ની સાથે પ્રગટ થયેલા સર્વ અવતારોના પણ અવતારી (પૂર્ણાવતાર) એવા આપ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું. ॥૨॥
દુષ્પ્રાપ્યમન્યૈ: કઠિનૈરુપાયૈ: સમાધિસૌખ્યં હઠયોગમુખ્યૈ: ।
નિજાશ્રિતેભ્યો દદતં દયાલું શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૩ ॥
હઠયોગ, વગેરે કઠિન સાધનોથી પણ સમાધિ દુર્લભ છે એવી સમાધિનું સુખ પોતાના આશ્રિતજનોને કેવળ કૃપાવડે જ સહેજમાં આપી દેનાર દયાળુ પ્રભુ શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું. ॥૩॥
લોકોત્તરૈ ર્ભક્તજનાંશ્ચરિત્રૈ-રાહ્‍લાદયન્તં ચ ભુવિ ભ્રમન્તમ્ ।
યજ્ઞાંશ્ચ તન્વાનમપારસત્ત્વં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૪ ॥
પોતાનાં લોકોત્તર દિવ્ય ચરિત્રો વડે ભક્તજનોને આનંદ આપતા, પૃથ્વી ઉપર વિચરણ કરતા, અનેક યજ્ઞ કરતા અને અપાર પરાક્રમવાળા સ્વામિનારાયણ ભગવાનને હું નમન કરું છું. ॥૪॥
એકાન્તિકં સ્થાપયિતું ધરાયાં ધર્મં પ્રકુર્વન્તમમૂલ્યવાર્તા: ।
વચ:સુધાશ્ચ પ્રકિરન્તમૂર્વ્યાં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૫ ॥
પૃથ્વી ઉપર એકાંતિક ધર્મની સ્થાપના માટે અમૂલ્ય કથાવાર્તાનો ઉપદેશ કરનારા, વચનામૃતરૂપી અમૃતવૃષ્ટિ વર્ષાવતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. ॥૫॥
વિશ્વેશભક્તિં સુકરાં વિધાતું બૃહન્તિ રમ્યાણિ મહીતલેઽસ્મિન્ ।
દેવાલયાન્યાશુ વિનિર્મિમાણં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૬ ॥
અખિલ વિશ્વના ઈવર-પરમાત્મા પુરુષોત્તમ નારાયણની ભક્તિ સર્વે લોકો સહેલાઈથી કરી શકે તે માટે આ ભૂમંડલ ઉપર મોટાં રમણીય દિવ્ય દેવાલયો (મંદિરો) નિર્માણ કરતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ॥૬॥
વિનાશકં સંસૃતિબન્ધનાનાં મનુષ્યકલ્યાણકરં મહિષ્ઠમ્ ।
પ્રવર્તયન્તં ભુવિ સમ્પ્રદાયં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૭ ॥
સંસારનાં બંધનોને નાશ કરનાર અને માનવોનું કલ્યાણ કરનાર એવા મહાન સંપ્રદાયને પૃથ્વી ઉપર પ્રવર્તાવનારા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને હું નમન કરું છું. ॥૭॥
સદૈવ સારંગપુરસ્ય રમ્યે સુમન્દિરે હ્યક્ષરધામતુલ્યે ।
સહાક્ષરં મુક્તયુતં વસન્તં શ્રીસ્વામિનારાયણમાનમામિ ॥ ૮ ॥
સાક્ષાત્ અક્ષરધામ સમાન સારંગપુરના રમણીય મંદિરમાં અનાદિ અક્ષરમુર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા મહામુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામી સહિત બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રણામ કરું છું. ॥૮॥